Namo Laxmi Yojana Gujarat 2024 | Online Registration | Eligibility | Documents | Benefits | Namo Lakshmi Yojana | Scheme Assistance Amountગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના ની શરૂઆત કરવામાં આવી છે. Namo Laxmi Yojana માં શું લાભ મળે તેની માહિતી આજે આપણે જાણીશું.
Namo Laxmi Yojana Gujarat 2024
ગુજરાત સરકાર દ્વારા Namo Laxmi Yojana Gujarat 2024 અંતર્ગત ધોરણ 9 અને 10 માં પાત્ર વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે ધોરણ 11 અને 12 માં પાત્ર લાભાર્થીઓને 15000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થીની બારમું ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ 50 હજાર રૂપિયાની સહાય NaMo Laxmi Yojana 2024 અંતર્ગત આપવામાં આવશે.
નમો લક્ષ્મી યોજનાનો હેતુ
નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓને પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે હેતુ રહેલો છે. ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
અનાથ બાળકો માટેની પાલક માતા પિતા યોજના વિશે જાણવા અહીં ક્લિક કરો
Namo Laxmi Yojana કેટલી સહાય મળશે ?
નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી કુલ 10 લાખ જેટલી કિશોરીઓને આર્થિક સહાય આપવાનો ગુજરાત સરકારનો લક્ષાંક છે. અલગ અલગ ધોરણ માટે અલગ રકમની સહાય નક્કી કરવામાં આવી છે જે નીચે કોષ્ટક મુજબ છે :
ધોરણ | સહાયની રકમ |
ધોરણ 9 | 10,000 રૂપિયા |
ધોરણ 10 | 10,000 રૂપિયા |
ધોરણ 11 | 15,000 રૂપિયા |
ધોરણ 12 | 15,000 રૂપિયા |
કુલ મળવા પાત્ર રકમ | 50,000 રૂપિયા |
નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને મળી શકશે?
- ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને જ આ યોજનાનો લાભ મળી શકશે.
- વિદ્યાર્થીનીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
- અરજદાર ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
- અરજદારો પાસે પાછલા વર્ષના પરીક્ષાના ગુણ 65% થી વધુ હોવા આવશ્યક છે.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
-
નમો લક્ષ્મી યોજના શું છે?
નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દિકરીઓને આર્થિક સહાય આપતી ગુજરાત સરકારની યોજના છે.
-
નમો લક્ષ્મી યોજના કોને મળવાપાત્ર છે ?
ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દિકરીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ લાભ મળી શકે છે.
-
નમો લક્ષ્મી યોજના માટે કુટુંબની આવક મર્યાદા કેટલી છે?
આ યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6 લાખથી ઓછી હોવી જોઈએ.
1 thought on “Namo Laxmi Yojana Gujarat 2024 | નમો લક્ષ્મી યોજના હેઠળ રૂપિયા 50,000/- સુધીની સહાય”