પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 | Pradhan Mantri Suryoday Yojana Registration

Pradhan Mantri Suryoday Yojana 2024 : ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ દેશની જનતા માટે 22 જાન્યુઆરી 2024 ના રોજ રામ મંદિરની પ્રતિષ્ઠા બાદ એક નવી યોજના શરૂ કરી હતી. જેનું નામ “Pradhan Mantri Suryoday Yojana” છે. આ PM Suryoday Yojana અંતર્ગત એક કરોડ નવી Rooftop Solar Panel લગાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ યોજના માટે Online Registration કેવી રીતે કરવુ, તેના માટે ક્યા Documents જોઈએ, તેમજ કેટલી સહાય મળશે તેની સંપૂર્ણ જાણકારી અહી આપવામાં આવી છે.

PM Suryoday Yojana નો હેતુ

પ્રધામંત્રી સૂર્યોદય યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વીજળી બિલ ઓછું કરવાનો છે. તેમજ ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બને તેવો ઉમદા હેતુ આ યોજનાનો છે. તેવું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.ભારત સરકારની સૂર્યોદય યોજનાથી સામાન્ય લોકોના વીજળીના બિલની સમસ્યાનો અંત આવશે. મોદી સરકાર Solar Panel installation પર સબસીડી આપશે. જેથી આ યોજનાનો લાભ સામાન્ય વ્યક્તિ પણ લઈ શકશે.

હાલના સમયમાં દરેક ઘરમાં ઇલે્ટ્રોનિક્સ વસ્તુઓનો વપરાશ દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે વીજળી ના ભારે ભરખમ બીલથી સામાન્ય વ્યક્તિને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવા સમયે મોદી સરકારે PM Suryoday Yojana ની શરૂઆત કરીને સામાન્ય જનતાને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે.

PM Suryoday Yojana Highlights

યોજનાનું નામPradhan Mantri Suryoday Yojana 2024
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
યોજના કયારે શરૂ કરવામાં આવી?22 જાન્યુઆરી 2024
યોજના કોના દ્વાર લોન્ચ કરવામાં આવી ?ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી
લક્ષ્યાંકએક કરોડ લાભાર્થી
અધિકૃત વેબસાઈટ https://solarrooftop.gov.in/
સોલાર કેલ્ક્યુલેટર અહી ક્લિક કરો

સોલાર પેનલ લગાવવાથી થતા ફાયદા

 • ઊર્જાની સુલભતા: દૂરના વિસ્તારોમાં પણ સૌર ઉર્જા દ્વારા વીજળી પૂરી પાડી શકાય છે, જેનાથી ઊર્જાની ઉપલબ્ધતામાં વધારો થશે.
 • વીજળીના બિલમાં ઘટાડો: આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વીજળી બિલમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.
 • આર્થિક બચત: ઘરેલું વીજળીના ખર્ચમાં ઘટાડો થવાથી પરિવારોની આર્થિક બચતમાં વધારો થશે.
 • સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ: સૌર ઉર્જાનો ઉપયોગ, જે સ્વચ્છ અને હરિયાળી ઉર્જા સ્ત્રોત છે, તે પર્યાવરણના સંરક્ષણમાં ફાળો આપશે.
 • ઉર્જા સ્વ-નિર્ભરતા: આ યોજના પરિવારોને તેમની ઊર્જા જરૂરિયાતો માટે વધુ આત્મનિર્ભર બનાવશે.
 • રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન: આ સ્કીમ રિન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે, જે ભારતમાં ઉર્જા સ્ત્રોતોની વિવિધતામાં વધારો કરશે.
 • પર્યાવરણીય લાભો: સૌર ઉર્જાનો ઉપયોગ કરવાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટશે, જે પર્યાવરણના રક્ષણમાં મદદ કરશે. આ લાભો દ્વારા, આ યોજના માત્ર વ્યક્તિગત પરિવારો માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે સકારાત્મક પરિવર્તન લાવશે.

આ પણ જુઓ : ખેડૂત મોબાઇલ સહાય યોજના

Pradhan Mantri Suryoday Yojana Documents [પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે જરૂરી દસ્તાવેજો

 • આધાર કાર્ડ
 • રેશન કાર્ડ
 • વીજળી બિલ
 • પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્
 • બેન્ક ખાતાની વિગતો
 • આવકનું પ્રમાણપત્ર
 • મોબાઈલ નંબર
 • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

અહી આપેલ દસ્તાવેજ એ સંભવિત દસ્તાવેજ છે. આ ઉપરાંત પણ ડોક્યુમેન્ટ હોય શકે છે. તેના માટે સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે.

PM Suryoday Yojana Online Apply [પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના રજિસ્ટ્રેશન પ્રક્રિયા]

સરકારશ્રી દ્વારા હાલ વડાપ્રધાન સૂર્યોદય યોજના માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેના માટે solar rooftop portal પર આ યોજના માટે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તેના માટે નીચના સ્ટપને અનુસરો.

સૌપ્રથમ https://solarrooftop.gov.in/ વેબસાઈટ ઓપન કરો. તે ઓપન કરવાથી National Portal for Rooftop Solar નું હોમપેજ ખુલશે.

તેમાં Apply for Rooftop Solar બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારું રાજ્ય, તમારો જિલ્લો તેમજ Electricity Distribution Company સિલેક્ટ કરો. ત્યારબાદ તમારો Consumer Account number એન્ટર કરી Next બટન પર ક્લિક કરો.

ત્યારબાદ તમારા વીજળી બીલનો ખર્ચ, તમારા મકાનના છત નું ક્ષેત્રફળ (જ્યાં તમે Solar Rooftop લગાવવા માંગો છો તે છત) લખો.

આમ, તમે PM Suryoday Yojana માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકો છો.

Pradhan Mantri Suryoday Yojana Launch

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

 1. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે ?

  ભારતના ગરીબ અને માધ્યમ વર્ગના નાગરિકોને ઘર વપરાશ માટે સોલાર પેનલ લગાવવા માટેની યોજના છે.

 2. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી ?

  ભારતના વડપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી.

 3. પીએમ સુર્યોદય યોજનામાં શું સહાય આપવામાં આવશે ?

  આ યોજનામાં મકાનની છત પર સોલાર પેનલ લગાવવા માટે ભારત સરકાર દ્વારા સબસીડી આપવામાં આવશે.

Share this:

2 thoughts on “પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 | Pradhan Mantri Suryoday Yojana Registration”

Leave a comment