PM Kisan Samman Nidhi Yojana 2024| પીએમ કિસાન યોજના વિશે સંપૂર્ણ માહિતી

Sort Brief : PM Kisan Samman Nidhi Yojana 2024| PM Kisan installment date| Pradhanmantri Kisan Yojana Registration | installment payment| Khedut 2000 Sahay

PM Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યના જમીન ધારક ખેડૂત કુટુંબને ત્રણ સમાન હપ્તામાં વર્ષે કુલ રૂ.૬૦૦૦/-નો મળશે લાભ. એક ખાતામાં (૮/અ) એક થી વધુ ખેડૂત કુટુંબ આવતા હશે તો પણ દરેક કુટુંબદીઠ ફક્ત રૂ.૬૦૦૦/- મળવાપાત્ર છે એટલે કે એક ખાતા દીઠ ગમે તેટલા કુટુંબ હોઇ, ખાતા દીઠ ફક્ત રૂ.૬૦૦૦- મળવાપાત્ર છે તેવી અફવાથી દોરવાશો નહી. ખાતામાં જેટલા કુટુંબ થશે તેટલા તમામ કુટુંબદીઠ રૂ.૬૦૦૦/- મુજબ દરેક કુટુંબને લાભ મળશે.

PM Kisan Samman Nidhi Yojana

સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્રીય સેક્ટર હેઠળ નાના અને સીમાંત ખેડૂતોની આવકમાં વધારો કરવાના ઉદ્દેશથી ‘PM Kisan Samman Nidhi Yojana (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ)’ નામની એક યોજના મંજૂર કરી છે. આ યોજના નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ આપવા માટે તા:૦૧/૧૨/ ૨૦૧૮થી અમલમાં મુકવામાં આવી છે.

ખેડૂત કુટુંબની વ્યાખ્યા

પતિ,પત્નિ અને સગીર બાળકો(૧૮ વર્ષથી ઓછી વયના)કે જેઓ પૈકી કોઇ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય (સંસ્થાકીય જમીનધારકો સિવાયના) અને તે પૈકીના કોઇ પણ સભ્ય નીચે જણાવેલ કેટેગરીમાં સમાવિષ્ટ ન હોઇ તેવા ખેડુત કુટુંબ

  • વર્તમાન અને ભુતપુર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ
  • વર્તમાન અને ભુતપુર્વ મંત્રીશ્રી/રાજ્યકક્ષાના મંત્રીશ્રી, વર્તમાન અને ભુતપુર્વ લોકસભા / રાજ્યસભા/ વિધાનસભાના સભ્યી, વર્તમાન અને ભુતપુર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી
  • સેવારત અને નિવૃત્ત (તમામ)– કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય/કચેરીઓ/ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-૪/ ગ્રુપ- ડી સિવાયના) તમામ અધિકારી, કર્મચારી
  • વય નિવૃત્ત/નિવૃત્ત પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ. ૧૦,૦૦૦/- કે તેથી વધુ પેન્શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/વર્ગ-૪/ગ્રુપ-ડી સિવાયના)
  • છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડોકટર, એન્જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય.

PM Kisan Samman Nidhi Yojana|પીએમ કિસાન યોજનાનો હેતુ

ખેતી લાયક જમીન ધરાવતા તમામ નાના અને સીમાંત ખાતાં ધરાવતા ખેડૂતોનાં પરિવારોને આવકની સહાય રૂપ થવાના ઉદ્દેશથી સરકારે Pradhan Mantri Kisan Samman Nidhi Yojana (પી.એમ કિસાન યોજના) શરૂ કરી છે. આ યોજના નો હેતુ ખેડુતોને સામગ્રીની ખરીદી માટે નાણાંકીય જરૂરીયાત પુરી કરવાની છે. જેથી ખેડુતો તેઓના પાક સંરક્ષણ કરી શકે અને પૂરતા ઉત્પાદન મારફત વર્ષના અંતે સુનિશ્ચિત આવક મેળવી શકે.

આ પણ જુઓ : ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે સરકાર આપશે લોન અને સબસીડી

પીએમ કિસાન યોજનામાં મળવાપાત્ર લાભ

Pradhanmantri Kisan Yojana હેઠળ સમગ્ર દેશમાં નાના અને સીમાંત ખેડૂતોને નીચે પ્રમાણે નાણાંકીય લાભ પૂરા પાડવામાં આવશે :-

  • કુલ ૨ હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા ખાતેદાર ખેડૂત પરિવારને દર ચાર મહિને ત્રણ સમાન હપ્તામાં કુટુંબ દીઠ વાર્ષિક રૂ.૬,૦૦૦/-નો લાભ આપવામાં આવશે.
  • નાણાંકીય વર્ષ, ૨૦૧૮-૧૯ દરમિયાન પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો તા: ૦૧ ૧૨ ૨૦૧૮થી તા.૩૧/૦૩/ ૨૦૧૯ ના સમય ગાળા નો રહેશે.

PM kisan Samman Nidhi Yojana નો લાભ કોને મળવાપાત્ર નથી ?

નીચે દર્શાવેલ કક્ષાના ઉચ્ચ આર્થિક દરજ્જાના લાભાર્થીઓ આ PM Kisan Yojana હેઠળના લાભ મેળવવા માટે પાત્રતા ધરાવશે નહીં :-

  • તમામ સંસ્થાકીય ખાતેદારો; અને
  • ખેડૂત પરિવારો કે જેનો એક અથવા વધુ સભ્ય નીચે દર્શાવેલ કક્ષાઓ ધરાવતા હોય :
    • ભૂતકાળ અથવા વર્તમાન સંવૈધાનિક હદ્દિદારો
    • ભૂતપૂર્વ અને વર્તમાન મંત્રીશ્રી/ રાજ્ય મંત્રીશ્રી અને લોકસભા/ રાજ્યસભા/ રાજ્ય વિધાનસભા/ રાજ્ય વિધાન પરિષદના પૂર્વ/ હાલના મંત્રીશ્રી અને નગર નિગમના ભૂત પૂર્વ/ વર્તમાન મેયરશ્રી અને જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ/ વર્તમાન અધ્યક્ષશ્રી.
    • કેન્દ્ર/ રાજ્ય સરકારનાં મંત્રાલયો/ કચેરીઓ/ વિભાગો અને તેના ક્ષેત્રીય કચેરીઓ કેન્દ્ર અથવા રાજ્ય જાહેર સાહસો અને સંલગ્ન કચેરીઓ/ સરકાર હસ્તકની સ્વાયત્ત સંસ્થાઓના તમામ સેવારત અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્થાનિક સત્તામંડળોના નિયમિત અધિકારી/ કર્મચારી (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-૪/ ગ્રુપ-ડી સિવાયના) તમામ અધિકારી, કર્મચારી
    • તમામ વયનિવૃત્ત/ નિવૃત્ત પેન્શનધારકો જેનું માસિક પેન્શન રૂ. ૧૦,૦૦૦/- અહ (મલ્ટીટાસ્કીંગ સ્ટાફ/ વર્ગ- ૪/ ગ્રુપ-ડી સિવાયના) 5/14
    • છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ભર્યો હોય એવી તમામ વ્યક્તિઓ
    • ડોક્ટર, ઈજનેરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સ્થપતિઓ જેવા વ્યાવસાયિક મંડળોમાં નોંધાયેલા અને વ્યવસાય કરતા વ્યાવસાયિકો

મહત્વપૂર્ણ સૂચના | Imported Notice for PM Kisan Yojana

  • ગેરપાત્રતા યાદીમાં સમાવેશ થતો નથી તે અંગે રાજ્ય/ સંઘપ્રદેશ સરકાર લાભાર્થીઓ દ્વારા સ્વ- એકરાર(સેલ્ફ ડિક્લેરેશન) ના આધારે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરી શકે છે.
  • લાભાર્થી ઉપલબ્ધ ન હોય અથવા ગામમાં રહેતા ન હોય એવા કેસમાં રાજ્ય/ સંઘપ્રદેશ સરકાર તેના/ તેણીના કુટુંબના અન્ય સભ્યના એકરારના આધારે પ્રમાણીકરણ વિચારણામાં લઈ શકે છે. ખોટા સ્વ-એકરાર(સેલ્ફ ડિક્લેરેશન )ના કેસમાં લાભાર્થીને તબદીલ થયેલા લાભની વસૂલાત અને કાયદા અનુસારની અન્ય શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.
  • લાભની ગણતરી કરવા માટેની પદ્દતિ
  • PM Kisan Samman Nidhi Yojana ના લાભ ગેરપત્રતાની શરતને અધીન, તમામ નાના અને સીમાંત ખાતેદાર ખેડૂતના કુંટુંબોને, જે સામૂહિક રીતે, સંબંધિત રાજ્ય/ સંઘપ્રદેશના જમીન રેકર્ડ અનુસાર ૨ હેક્ટર સુધીની પોતાની ખેતીલાયક જમીન ધરાવતું હોય તેને આપવામાં આવશે.
  • ખાતેદાર ખેડૂતના કુંટુંબમાં, કુટુંબના સભ્યો તે જ અથવા જુદાં જુદાં ગામોમાં જુદા જુદા જમીન રેકર્ડમાં જમીન ધરાવતા હોય એવા કેસમાં આ યોજના હેઠળના લાભ નક્કી કરવા માટે એકત્રિત જમીન ગણવામાં આવશે. સંયુક્ત ખાતાના કેસમાં કુટુંબમાં સૌથી વધુ જમીન ધરાવતી વ્યક્તિના બેંક ખાતામાં લાભ આપવામાં આવશે. એક જ કુટુંબના બેથી વધુ સભ્યોની માલિકીની ખેતીલાયક જમીનનું પ્રમાણ સરખું જ હોય તો વરિષ્ઠ વ્યક્તિના બેંક ખાતામાં યથાપ્રસંગ, લાભ તબદીલ કરવામાં આવશે.

આ પણ જુઓ : ખેડૂત મોબાઇલ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી

PM Kisan Samman Nidhi Yojana Registration

PM Kisan Samman Nidhi Yojana માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે, અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે :

  • PM Kisan online Registration કરવા માટે, સૌ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઑફિશિયલ વેબસાઈટ – https://pmkisan.gov.in/ ઓપન કરો.
  • હવે હોમપેજ પર “New Farmer Registration” પર ક્લિક કરો. ત્યારબાદ તમને બે ઓપ્શન જોવા મળશે : (૧) ગ્રામીણ ખેડૂત નોંધણી, (૨) શહેરી ખેડૂત નોંધણી , તેમાંથી તમને લાગુ પડતો વિકલ્પ પસંદ કરો.
  • હવે આધાર નંબર, મોબાઈલ નંબર, રાજ્ય અને કેપ્ચા દાખલ કરી SEND OTP પર ક્લિક કરો. OTP એન્ટર કરી સબમિટ કરો.
  • ત્યારબાદ તમારી સામે પીએમ કિસાન રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે. આ ફોર્મમાં તમામ વિગતો ભરી દસ્તાવેજો અપલોડ કરો. ત્યારબાદ નીચે આપેલા સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે તમને Kisan id જોવા મળશે, જેને સાચવીને રાખો. આ રીતે કિસાન સમ્માન નિધિ યોજનામાં નોંધણી કરી શકાય છે.

પીએમ કિસાન હપ્તાની તારીખો | PM Kisan Installment Date 2024

InstallmentRelease Date
1st Installment24 February 2019
2nd Installment2 May 2019
3rd Installment1 November 2019
4th Installment4 April 2020
5th Installment25 June 2020
6th Installment9 August 2020
7th Installment25 December 2020
8th Installment14 May 2021
9th Installment10 August 2021
10th Installment1 January 2022
11th Installment1 June 2022
12th Installment17 October 2022
13th Installment27 February 2023
14th Installment27 July 2023
15th Installment15 November 2023
16th InstallmentJanuary 2024
17th Installment June 2024
Share this:

Leave a comment