Namo Shree Yojana Gujarat 2024 : ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં નમોશ્રી યોજના ની જાહેરાત કરી છે. જેમાં સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સરકાર દ્વારા રૂપિયા 12000/- સહાય ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મહિલાઓને સગર્ભા અવસ્થાથી બાળકના જન્મ પછી સ્તનપાન સુધી સરકાર શ્રી દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જો તમે Namo Shree Yojana 2024 વિશે વધુ માહિતી મેળવવા ઈચ્છો છો તો આ આર્ટીકલ ને અંત સુધી વાંચો અને તમારા સગા સંબંધી અને મિત્રોને પણ શેર કરો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે.
Namo Shree Yojana Gujarat | નમો શ્રી યોજનાનો ઉદ્દેશ્ય
Namo Shree Yojana Gujarat ની મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે. સ્તનપાન કરાવતી માતાઓ અને ધાત્રીમાતાઓને પૂરતું પોષણ મળી રહે અને માતા અને બાળ મૃત્યુ દર ઘટે તે ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ નાણાકીય સહાયતા દ્વારા જે રકમ આપવામાં આવે છે. તેનાથી ગર્ભવતી મહિલાઓ ની પ્રસુતિ સંસ્થાકીય સ્થાને થાય જેથી માતા અને બાળક બંને સ્વસ્થ રીતે રહે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માતા અને બાળકને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે.
Namo Shri Yojana Highlights
યોજનાનું નામ | નમો શ્રી યોજના |
ક્યારે શરૂ કરવામાં આવી | 2024 |
લાભાર્થીઓ | સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ |
માળવા પાત્ર લાભ | રૂ.12000/- નાણાંકીય સહાય |
Namo Shri Yojana Benifits | નમો શ્રી યોજનાના લાભો
Namo Shri Yojana Gujarat 2024 હેઠળ ગુજરાત રાજ્યની સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. જેમાં સગર્ભા સ્ત્રીને તેમજ સ્તનપાન કરાવતી માતાને રૂપિયા 12,000/- સહાય ચુકવવામાં આવશે.
Namo Shree Yojana Eligibility | લાભ કોને મળવા પાત્ર થશે ?
નમો શ્રી યોજના નો લાભ મેળવવા માટે નીચે જણાવેલ સૂચનો અને શરતો લાગુ કરવામાં આવી છે. આ શરતોને પૂર્ણ કરનાર મહિલાને જ નમોશ્રી યોજના હેઠળ ₹12,000 ની સહાય ચૂકવવામાં આવશે.
- મહિલા ગુજરાતની કાયમી નિવાસી હોવી જોઈએ.
- મહિલા સગર્ભા અથવા સ્તનપાન કરાવતી માતા હોવી જોઈએ.
- મહિલાએ પોતાના બાળકને કોઈપણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવું ફરજિયાત છે.
- મહિલાની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 8 લાખ કરતા ઓછી હોવી જોઈએ.
નીચે દર્શાવેલ કેટેગરીમાં આવતી મહિલાઓને આ યોજનાનો લાભ મળી શકશે :
- અનુસૂચિત જાતિ (SC)
- અનુસૂચિત જનજાતિ (ST)
- ગરીબી રેખા નીચે આવતા (BPL)
- રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો (NFSA)
- PMJAY ના લાભાર્થી
- વિકલાંગ મહિલા
- ઇ-શ્રમ કાર્ડ ધારક મહિલા
- મનરેગા જોબ કાર્ડ ધારક
- મહિલા ખેડૂતો
આ પણ વાંચો : નમો લક્ષ્મી યોજના
Namo Shree Yojana Documents | જરૂરી દસ્તાવેજો
ગુજરાત સરકારની નમો શ્રી યોજના હેઠળ નાણાકીય સહાય માટે અરજી કરતી વખતે નીચે દર્શાવેલ દસ્તાવેજો (Documents) જરૂરી છે:-
- ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ.
- મોબાઇલ નંબર
- બેંક ખાતાની વિગતો.
- સંસ્થાકીય વિતરણનું તબીબી પ્રમાણપત્ર.
Namo Shree Yojana online Apply | અરજી કેવી રીતે કરવી
નમો શ્રી યોજનાની અરજી પ્રક્રિયા માટે હજુ સુધી કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી. ગુજરાત સરકારના સબંધિત વિભાગ દ્વારા ટૂંક સમયમાં Namo Shree Yojana 2024 માટે ઓનલાઇન અરજી માટે અધિકૃત વેબસાઈટ અને અરજી ફોર્મ બહાર પાડવામાં આવશે. જેની જાણકારી મળ્યેથી અમે તમને આ આર્ટિકલમાં અપડેટ જણાવીશું.
સંપર્ક વિગતો
ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ હેલ્પલાઇન નંબર : 07923257942
ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ હેલ્પડેસ્ક ઈમેલ : ps2sec1-wcd@gujarat.gov.in
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, બ્લોક નંબર 9, 8મો માળ, નવા સચિવાલય, ગાંધીનગર, ગુજરાત.
FAQ for Namo Shree Yojana
નમો શ્રી યોજના માટે કોણ અરજી કરી શકે ?
નમો શ્રી યોજના માટે ગુજરાતની તમામ સગર્ભા સ્ત્રીઓ ઓનલાઈન અરજી કરી શકે છે.
નમો શ્રી યોજનાનો હેતુ શું છે ?
નમો શ્રી યોજનાનો મુખ્ય હેતુ સગર્ભા મહિલાઓને 12000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવાનો છે.