Palak Mata Pita Yojana in Gujarati | પાલક માતા પિતા યોજના

ગુજરાત સરકાર દ્વારા 0 થી 18 વર્ષની ઉંમરના અનાથ બાળકોને આર્થિક સહાય આપવા માટે પાલક માતા પિતા યોજના શરૂ કરવામાં આવી છે. આ આર્ટિકલમાં Palak Mata Pita Yojana in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જેવી કે યોજનામાં શું સહાય મળે છે, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી, યોજના માટેનું પાત્રતા, ડોક્યુમેન્ટ્સ વગેરે માહિતી આપવામાં આવી છે.

પાલક માતા પિતા યોજનાનો હેતુ

પાલક માતા પિતા યોજનાનો મુખ્ય હેતુ અનાથ બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો તેમજ બાળકનો સર્વાંગીણ વિકાસ માટે આર્થિક સહાય આપવાનો છે. અનાથ બાળક તેના કુટુંબીજન જે સગા સબંધી સાથે રહે તો બાળકના પાલન પોષણ માટે આર્થિક મદદ મળી રહે તે આ યોજનાનો ઉદ્દેશ્ય છે.

પાલક માતા પિતા યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ?

  • Palak Mata Pita Yojana Scheme માં ૦ થી ૧૮ વર્ષની ઉંમરના અનાથ બાળકોનો સમાવેશ થાય છે.
  • જે બાળકના માતા અને પિતા બંનેનું મૃત્યુ થયું હોય.
  • બાળકના પિતાનું મૃત્યુ થયું હોય અને માતાએ પુનઃ લગ્ન કર્યા હોય.
  • બાળકની માતાનું મૃત્યુ થયું હોય અને પિતાએ પુનઃ લગ્ન કર્યા હોય.
  • ૩ થી ૬ વર્ષની ઉંમરના બાળકો આંગણવાડીમાં જતાં હોવા જોઇએ.
  • ૬ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકો શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ.
  • પાલક માતા પિતાની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૨૭૦૦૦/- થી વધુ તથા શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.૩૬૦૦૦/- થી વધુ હોવી જોઈએ.

Palak Mata Pita Yojana માટે જરૂરી દસ્તવેજો

  • બાળકના આધાર કાર્ડની નકલ
  • બાળકના જન્મનું પ્રમાણપત્રની નકલ
  • બાળકના માતા પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર
  • પુનઃ લગ્નના કિસ્સામાં તલાટીની પંચનામુ
  • સ્વ ઘોષણાપત્ર (પરિશિષ્ટ – અ) (જિલ્લા બાળ સુરક્ષા કચેરીમાંથી મળી રહેશે.)
  • બાળક અને પાલકનો ફોટો
  • પાલકનું આધાર કાર્ડની નકલ
  • પાલક માતા/પિતાનું આવકનું પ્રમાણપત્ર
  • રેશન કાર્ડની નકલ
  • બાળકનો ચાલુ અભ્યાસનો દાખલો
  • આંગણવાડીમાં જતાં બાળકોના કિસ્સામાં પ્રોગ્રામ ઓફિસર (ICDS) નું આંગણવાડીમાં જવા અંગેનું પ્રમાણપત્ર
  • બેન્ક ખાતાના પાસબુકની નકલ
  • બે સાક્ષીના આધાર કાર્ડની નકલ

પાલક માતા પિતા યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

જો તમે ઘરે બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટરથી Palak Mata Pita Yojana Online Application કરવા માગતા હોય તો નીચે મુજબના સ્ટેપ્સને અનુસરો.

  1. સૌપ્રથમ ઈ સમાજકલ્યાણ પોર્ટલ પર પાલક પિતા કે માતા (અરજદારનું) રજીસ્ટ્રેશન કરો.
  2. ત્યારબાદ પાલક માતા પિતા યોજના સિલેક્ટ કરો.
  3. ત્યારબાદ બાળકની વિગત એન્ટર કરો.
  4. પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  5. ત્યારબાદ અરજી સબમિટ કરો.

અરજી submit કર્યા બાદ નિયમિત પોર્ટલ પર અરજીનું સ્ટેટસ તપાસવું જેથી અરજી સંબધી કોઈ પુરાવા ખૂટતા હોય તો તે અંગેની જાણકરી મળી રહે. અરજી પરત આવેલ હોય તો તેમાં સૂચના મુજબ સુધારા કરી ફરીથી અરજી submit કરવી.

પાલક માતા પિતા યોજના માટે ઓફલાઈન અરજી કરી શકાય ?

હા, પાલક માતા પિતા યોજનાનો લાભ લેવા માટે તમે તમારા જિલ્લાની બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો. અરજી સંદર્ભે બાળ સુરક્ષા કચેરી દ્વારા ઘર તપાસ કરવામાં આવશે. અને ત્યારબાદ અરજીને SFCAC સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર અપ્રુવલ કમિટી દ્વારા પાત્રતા ચકાસી મંજુર કે નામંજૂર કરવામાં આવે છે.

યોજનામાં કેટલી સહાય મળવા પાત્ર છે ?

આ યોજનામાં બાળક દીઠ માસિક રૂ.૩૦૦૦/- ની સહાય મળવા પાત્ર છે. દરેક બાળક માટે અલગ અલગ અરજી કરવાની રહેશે.

યોજનાનો વિશેષ લાભ

આ યોજનાનો લાભ મેળવતી દિકરી ૧૮ વર્ષ પૂર્ણ થયા બાદ લગ્ન કરે તો સરકારશ્રી દ્વારા તેને લગ્ન સહાય આપવામાં આવે છે. જેમાં લાભાર્થી દીકરીને રૂ.૨,૦૦,૦૦૦/- સહાય આપવામાં આવે છે.

યોજનાનું અમલીકરણ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા કચેરી હસ્તક Palak Mata Pita Yojana ની કામગીરી કરવામાં આવે

Yojana Highlights

યોજનાનું નામપાલક માતા પિતા યોજના
યોજનાનો હેતુઅનાથ બાળકોને આર્થિક સહાય
સહાયમાસિક રૂ.૩૦૦૦/-
પાત્રતા૦ થી ૧૮ વર્ષની ઉંમરના અનાથ બાળકો
કચેરીનું નામજિલ્લા બાળ સુરક્ષા એકમ
વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in

FAQ’s

  1. આ યોજનાની અરજી કઈ કચેરીમાં આપવી ?

    તમારા જિલ્લાની જિલ્લા બાળ સુરક્ષા કચેરી ખાતે અરજી આપવી.

  2. અનાથ બાળકોને ક્યાં સુધી લાભ મળે છે ?

    બાળકની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.

  3. પાલક માતા પિતા યોજનામાં શું સહાય મળે છે ?

    પાલક માતા પિતા યોજનામાં માસિક રૂ.૩૦૦૦/- ની સહાય મળે છે.

Share this:

3 thoughts on “Palak Mata Pita Yojana in Gujarati | પાલક માતા પિતા યોજના”

Leave a comment