Viklang Pension Yojana Gujarat : સંત સુરદાસ યોજના ગુજરાત

Viklang Pension Yojana Gujarat સરકારની વિકલાંગ વ્યક્તિઓ માટેની યોજના છે. સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાવવામાં આવી છે. જેનાથી વિકલાંગ વ્યક્તિઓને આર્થિક તેમજ સામાજિક પુનઃસ્થાપન થાય અને સમાજમાં માનભેર જીવી શકે. તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ આત્મનિર્ભર બને તે માટે વિવિધ સાધનો આપી તેમને રોજગાર આપવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ આર્ટિકલમાં સમાજ સુરક્ષા ખાતાની દિવ્યાંગ વ્યક્તિઓને લગતી સંત સુરદાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જેમાં સંત સુરદાસ યોજના શું છે, આ યોજના કોને મળવા પાત્ર છે, યોજનાનો લાભ મેળવવા માટે ક્યા ડોક્યુમેન્ટ સામેલ કરવા પડે, તેમજ અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

વિકલાંગ પેન્શન : સંત સુરદાસ યોજના શું છે ?

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓ માટેની આ યોજના છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને પેન્શન આપવામાં આવે છે.

સંત સુરદાસ યોજનાનો હેતુ

તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગીણ વિકાસ થાય તેમજ તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી નાણાંકીય સહાય આપવામાં આવે છે.

લાભ કોને મળવા પાત્ર થાય ?

અરજદારની ઉંમર 79 વર્ષ કરતા ઓછી હોવી જોઇએ. ૮૦% કે તેથી વધારે દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને અથવા જે કૃત્રિમ અંગોથી પણ સ્વતંત્ર રીતે હલન-ચલન કે હરીફરી શકતા નથી. ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને મળવાપાત્ર છે. બી.પી.એલ. યાદીમાં સમાવિષ્ટ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. રાજ્ય સરકારશ્રી તરફથી આપવામાં આવતું દિવ્યાંગ ઓળખકાર્ડ

આ પણ જુઓ : પાલક માતા પિતા યોજના

શું લાભ મળે ?

આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને દર મહિને રૂ.૧૦૦૦/- સહાય બેન્ક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર) થી રાજ્ય કક્ષાએથી જમા કરવામાં આવે છે.

Highlights of Viklang Pension Yojana

યોજનાનું નામવિકલાંગ પેન્શન – સંત સુરદાસ યોજના
યોજનાનો પ્રકારPension Yojana
લાભાર્થીદિવ્યાંગ વ્યક્તિઓ
લાભમાસિક રૂ.૧૦૦૦/-
અમલીકરણ કચેરીજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી
અરજી પ્રક્રિયાઓનલાઇન
Official website https://esamajkalyan.gujarat.gov.in/

આ પણ વાંચો : વિકલાંગ વ્યક્તિઓને લગ્ન માટે એક લાખ રૂપિયા સહાય

Vikalang Pension Documents List

  • રહેઠાણનો પુરાવો
  • ઉંમરનો પુરાવો
  • જિલ્લા સિવિલ સર્જન / તબીબી અધિકારીશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું મેડિકલ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેન્ક પાસબુકની પ્રથમ પાનાની નકલ
  • દિવ્યાંગ વ્યક્તિનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સામેલ હોય તો તેનો દાખલો (૦ થી ૨૦ સ્કોર હોવો જરૂરી છે)

સહાય ક્યારે બંધ થાય ?

સંત સુરદાસ યોજનાના અરજદારનું મરણ થાય ત્યારે તેમજ અરજદારની ઉંમર ૭૯ વર્ષ પૂર્ણ થાય ત્યારે યોજનાનો લાભ મળતો બંધ થાય છે.

Viklang Pension Yojana Online Apply

આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરી શકાય છે. Online application કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો :

  • સ્ટેપ – ૧

    સૌપ્રથમ ઈ સમાજ કલ્યાણ વેબસાઈટ ઓપન કરી New User? Please Register Here! પર ક્લિક કરો.

  • સ્ટેપ – ૨

    ત્યારબાદ એક નવી વિન્ડો ખુલશે તેમાં અરજદારની નામ, મોબાઇલ નંબર, આધારકાર્ડ વગેરે વિગત ભરી Register પર ક્લિક કરો.

  • સ્ટેપ – ૩

    તમને મળેલ આઇડી અને પાસવર્ડ થી Citizen Login માં લોગીન કરો.

  • સ્ટેપ – ૪

    ત્યારબાદ સંત સુરદાસ યોજના પસંદ કરી તેમાં માંગેલ તમામ વિગત ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરો.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

સંત સુરદાસ યોજનામાં શું સહાય મળે છે ?

સંત સુરદાસ યોજનામાં માસિક રૂ.૧૦૦૦/- સહાય આપવામાં આવે છે.

Viklang Pension Yojana માટે ઓફ્લાઈન અરજી કેવી રીતે કરવી ?

આ યોજનામાં ઓફલાઈન અરજી કરવા માટે તમારા જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી શકો છો.

Share this:

2 thoughts on “Viklang Pension Yojana Gujarat : સંત સુરદાસ યોજના ગુજરાત”

Leave a comment