Divyang Lagna Sahay Yojana Gujarat | દિવ્યાંગ લગ્ન સહાય યોજના

Divyang Lagna Sahay Yojana Gujarat : સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે વખતોવખત અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે. જેના દ્વારા વિકલાંગ વ્યક્તિઓ પણ સમાજમાં માનભેર જીવી શકે તે માટે તેમને આર્થિક રીતે મદદરૂપ થાય છે. Divyang Lagna Sahay Yojana દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને લગ્ન કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જેથી આ પોસ્ટ અંત સુધી વાંચો.

Divyang Lagna Sahay Yojana Gujarat

દિવ્યાંગ લગ્ન સહાય યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી યોજના છે. જેમાં વિકલાંગ વ્યક્તિઓને લગ્ન કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો હેતુ

Divyang Lagna Sahay Yojana નો હેતુ વિકલાંગ વ્યક્તિઓ સમાજમાં માનભેર જીવી શકે તે માટે તેમને લગ્ન માટે આર્થિક રીતે મદદરૂપ થવાનો છે.

Divyang Lagna Sahay Yojana Amount – મળવાપાત્ર લાભ

 • આ યોજનામાં એક દિવ્યાંગ વ્યક્તિ અન્ય દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન સંબંધથી જોડાય તો તે બંનેને રૂ.50,000/- + 50,000/- મળી કુલ રૂ.1,00,000/- સહાય મળે છે.
 • એક દિવ્યાંગ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ સાથે એટલે કે દિવ્યાંગ ન હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેમને રૂ.50,000/- સહાય મળવા પાત્ર થાય છે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટેની પાત્રતા

 • છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ અને છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
 • દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
 • લગ્ન થયા તારીખથી બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
 • યોજનાનો લાભ યુગલ દીઠ ફક્ત એકજ વાર મળવા પાત્ર છે.

Viklang Lagna Sahay Document

 1. દિવ્યાંગ ઓળખકાર્ડની નકલ
 2. રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ/ વીજળી બિલ/ આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઈવિંગ લાઈસન્સ પૈકી કોઈપણ એકની નકલ)
 3. વર અને કન્યા બંનેના ઉંમરના પુરાવા (એલ સી/ જન્મનો દાખલો પૈકી કોઈપણ એકની નકલ)
 4. દિવ્યાંગતા ની ટકાવારી દર્શાવતું જિલ્લા સિવિલ સર્જન કે તબીબી અધિકારીનું મેડિકલ પ્રમાણપત્ર.
 5. પાસપોર્ટ સાઇઝનો ફોટો
 6. બેન્ક પાસબુક ના પ્રથમ પાનની નકલ
 7. લગ્ન નોધણી પ્રમાણપત્ર (લગ્ન રજિસ્ટ્રાર ઓફ નેરેજની ઓફિસમાં બિધતેલ નોંધણી પ્રમાણપત્રની નકલ)

Divyang Lagna Sahay Yojana Gujarat Apply Online

Divyang lagn Sahay Yojana માટે તમે ઓનલાઇન અરજી કરી શકો છો. તેના માટે esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. વિકલાંગ વ્યક્તિઓ આ યોજના માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં જઈ રૂબરૂ અરજી પણ આપી શકો છો.

દિવ્યાંગ પેન્શન યોજના દર મહિને ૧૦૦૦/- સહાય માટે અહી ક્લિક કરો

અગત્યની સૂચના

 • બે અલગ અલગ જિલ્લામાં રહેતી દિવ્યાંગ વ્યક્તિના લગ્નના કિસ્સામાં Divyang Lagn Sahay Yojana Gujarat નો લાભ મેળવવા માટેની અરજી દંપતીએ લગ્ન બાદ દિવ્યાંગ દંપતીના કાયમી વસવાટના જિલ્લામાં કરવાની રહેશે.
 • દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી જોડે લગ્ન કરે તેવા કિસ્સામાં બંને દિવ્યાંગ પતિ પત્નીને આ યોજનાનો લાભ નિયત પુરાવા રજૂ કરેથી મળવા પાત્ર રહશે. દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી જોડે લગ્ન કરે તેવા કિસ્સામાં અરજદાર સ્ત્રીએ તેના રાજ્યમાંથી દિવ્યાંગ લગ્ન સહાય મેળવેલ નથી તે અંગેની બાહેધરી આપવાની રહેશે.
 • આ યોજનાનો લાભ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવે છે.

Divyang Lagn Sahay Yojana Gujarat Highlights

યોજનાનું નામદિવ્યાંગ લગ્ન સહાય યોજના
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર
અધિકૃત કચેરીજિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી
યોજનાનો હેતુવિકલાંગ વ્યક્તિઓ સમાજમાં માનભેર જીવી શકે તે માટે તેમને લગ્ન માટે આર્થિક રીતે મદદરૂપ થવાનો હેતુ છે.
અધિકૃત વેબસાઇટesamajkalyan.gujarat.gov.in

Divyang Lagna Sahay Yojana FAQs

 • દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનું ફોર્મ કઈ ઓફિસમાંથી મળશે ?

  દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનું ફોર્મ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી મળશે.

 • દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે છે ?

  દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં પતિ અને પત્ની બંને વિકલાંગ હોય તો રૂ.૧,૦૦,૦૦૦/- અને કોઈ એક જ વિકલાંગ હોય તો રૂ.૫૦,૦૦૦/- સહાય મળે છે.

 • દિવ્યાંગ લગ્ન સહાય માટે અરજી ક્યારે કરી શકાય ?

  દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે લગ્ન થયા બાદ બે વર્ષના સમય ગાળામાં અરજી કરી શકાય.

Share this:

2 thoughts on “Divyang Lagna Sahay Yojana Gujarat | દિવ્યાંગ લગ્ન સહાય યોજના”

Leave a comment