Sanedo Sahay Yojana 2024 | સનેડો મીની ટ્રેક્ટર સહાય

Sanedo Sahay Yojana 2024 એ ગુજરાત સરકારની ખેડૂતો માટેની યોજના છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સનેડો મીની ટ્રેક્ટર સાધન સહાય આપવામાં આવે છે. જેમાં સનેડો મીની ટ્રેક્ટર ખરીદવા માટે 25000 રૂપિયા અથવા તો કુલ રકમના 25% બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે લાભ મળવા પાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં અરજી કરવી અને ક્યા ક્યા દસ્તાવેજો સામેલ કરવા પડશે તેની માહિતી માટે આ આર્ટીકલ તમને ખુબ ઉપયોગી થશે.

Sanedo Sahay Yojana 2024

નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે આ યોજના ખુબજ ઉપયોગી સાબિત થઇ છે. કેમ કે નાના ખેડૂતો પાસે મોટું ટ્રેક્ટર ખરીદી શકાય એટલા પૈસા હોતા નથી. જેથી સનેડો મીની ટ્રેક્ટર જેવા સાધનનો ઉપયોગ કરીને ખેડૂત ખેતીકામમાં ઉપયોગમાં લઇ શકે છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આ ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે.

Highlight Point

યોજનાનું નામ સનેડો સહાય યોજના
મળવા પાત્ર સહાયઆ યોજનામાં રૂપિયા 25000/- હજાર અથવા કુલ કિંમતના 25% બે માંથી જે ઓછું હોય તે સહાય
અરજી કરવાનો સમયગાળોતારીખ 29/12/2023 થી 28/01/2024
અરજી કોણ કરી શકે ?ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતો
ખાસ સૂચનાખેડૂતને આ યોજનાનો લાભ 7 વર્ષમાં એકજ વાર મળી શકે છે.
અરજી કરવા માટેની વેબસાઈટikhedut.gujarat.gov.in

Sanedo Mini Tractor Yojana માટેના નિયમો અને શરતો

સનેડો સહાય મેળવવા માટે સરકાર દ્વારા કેટલાક નિયમો અને શરતો લાગુ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે. જેને લાભાર્થીએ અનુસરવાનું રહેશે.

  • ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો આવશ્યક છે.
  • આ યોજના અંતર્ગત મળતું સાધન સનેડો ટ્રેક્ટરને લાભાર્થી બે વર્ષ સુધી અન્ય વ્યક્તિને વેચી શકશે નહિ.
  • લાભાર્થીનું બેંક ખાતું કોઈ અન્ય વ્યક્તિ સાથે સંયુક્ત ખોલાવેલ હોય તો તે વ્યક્તિની સંમતિ દર્શાવતું સંમતિ પત્રક રજુ કરવાનું રહેશે.
  • ખેડૂત પાસે ડ્રાઈવિંગ લાઈસેન્સ હોવું જરૂરી છે.
  • એક વાર આ યોજનાનો લાભ લીધા બાદ 7 વર્ષ પછી જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
  • આ સનેડાનો ઉપયોગ ખેતી કામ માટે કરવાનો રહેશે.
  • પેસેન્જર માટે તેનો ઉપયોગ કરી શકાશે નહિ.

આ પણ વાંચો : સંત સુરદાસ યોજના

જરૂરી ડોક્યુમેન્ટ

લાભાર્થીએ આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેન્ટ રજુ કરવા પડશે જેનું લીસ્ટ નીચે મુજબ છે.

  1. લાભાર્થીના આધારકાર્ડની નકલ
  2. ડ્રાઈવિંગ લાઈસેન્સની નકલ
  3. વન અધિકારીના પત્રની નકલ અથવા ૭/૧૨, ૮-અ ની નકલ
  4. સ્વઘોષણા પત્ર અને ખેડૂતનું કબુલાતનામું
  5. ઓનલાઈન કરેલ અરજીની નકલ
  6. સંયુક્ત બેંક ખાતું હોય તો ખાતેદારનું બાંહેધરી પત્રક

આ પણ વાંચો : સૂર્ય શક્તિ કિસાન યોજના

How to Online Apply Sanedo Sahay Gujarat 2024

સનેડો સહાય યોજનાનો લાભ મેળવવા માટે Ikhdut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમે જાતે અથવા તો તમારા ગામમાં VCE પાસેથી પણ તમે અરજી ઓનલાઈન કરી શકો છો. જો તમે જાતે અરજી કરવા માંગતા હોય તો નીચેના સ્ટેપ અનુસરો :

  • સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરો
  • તેમાં યોજના પર ક્લિક કરો
  • ત્યારબાદ ખેતીવાડી યોજના ઓપ્શન પસંદ કરો.
  • ખેતીવાડી પર ક્લિક કરવાથી તમને ખેતીવાડીને લગતી યોજનાઓનું લીસ્ટ બતાવશે
  • તેમાં ‘‘રાઈડ ઓન સેલ્ડ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)’’ યોજના પસંદ કરો.
  • ત્યારબાદ અરજીમાં માંગેલ માહિતી ભરી અરજી સેવ કરો
  • અરજીની પ્રિન્ટ કાઢી તેને સાચવી રાખો.
  • ત્યારબાદ અરજી પર સહી કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે ખેતીવાડી કચેરીમાં જઈ અરજી આપવી.

FAQ

  1. સનેડો સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

    સનેડો સહાય માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28/01/2024 છે.

  2. સનેડો સહાય યોજનામાં શુ લાભ મળે છે ?

    આ યોજનામાં ખેડૂતોને ખેતી કરવા માટે મીની ટ્રેક્ટર સનેડો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે.

Share this:

1 thought on “Sanedo Sahay Yojana 2024 | સનેડો મીની ટ્રેક્ટર સહાય”

Leave a comment