Pm Vishwakarma Yojana Online Apply Last Date

PM Vishwakarma Yojana Online Apply ની શરૂઆત ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ થી થઇ ગઈ છે અને Pm Vishwakarma Yojana Last Date નોંધણીની શરૂઆતની તારીખ પછી ગમે ત્યારે કરી શકાય છે. આ યોજના માટે કોણ રજીસ્ટ્રેશન કરી શકે, ક્યા Document ની જરૂર પડશે અને Registration કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં તમને જાણવા મળશે.

Pm Vishwakarma Yojana Details

ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ દેશભરના કારીગરો જેવા કે લુહાર, કડિયા, સુથાર વગેરે માટે Pm Vishwakarma Kaushal Samman Yojana શરુ કરી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર લોકોને ૫ ટકાના વ્યાજદરે ૩ લાખ રૂપિયાની લોન આપશે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે રજીસ્ટ્રેશન કરી શકો છો.

યોજનાનું નામપ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સમ્માન યોજના
રજીસ્ટ્રેશન શરુ તારીખ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩
રજીસ્ટ્રેશન પૂર્ણ તારીખનોંધણીની શરૂઆતની તારીખ પછી ગમે ત્યારે
યોજનાનો ઉદ્દેશ્યકારીગરો અને શિલ્પકારોને કૌશલ અને આર્થિક રૂપે મજબુત કરવા
વેબસાઈટhttps://pmvishwakarma.gov.in
હેલ્પલાઇન નંબર18002677777, 17923

Pm Vishwakarma Yojana 2023 શું છે ?

પ્રધાનમંત્રી કૌશલ સમ્માન યોજના ભારત સરકારની મહત્વપૂર્ણ યોજના માની એક યોજના છે. આ યોજના માટે તેર હાજર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આવવા વાળા શિલ્પકારો અને કારીગરો ને એક ઓળખપત્ર અને સર્ટીફીકેટ આપવામાં આવશે. તેના માટેનું રજીસ્ટ્રેશન કરવા માટે કોઈ ફી ચૂકવવી પડતી નથી. આ યોજનામાં રજીસ્ટ્રેશન થયેલ વ્યક્તિઓને તાલીમ આપવામાં આવશે. તાલીમ લીધેલ વ્યક્તિઓને શરૂઆતમાં સાધન ખરીદવા માટે ૧૫ ૦૦૦/- રૂપિયા આપવામાં આવશે. ૫ ટકાના ઓછા વ્યાજદરે શરૂઆતમાં એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. ત્યારબાદ જરૂરત પડે તો વધુ બે લાખ રૂપિયાની લોન આપવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ કોને મળી શકે ?

આ યોજનાનો લાભ મેળવવા માટે ભારતનો નાગરિક હોવું જરૂરી છે. ફોર્મ ભરવા માટે ૧૮ થી ૫૦ વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ. સરકારી નોકરી કરવા વાળા લોકો આ યોજનાનો લાભ નહી મળે. આ યોજનાનો લાભ નીચે દર્શાવેલ ક્ષેત્રના વ્યક્તિઓને મળી શકશે :

  1. વાળંદ
  2. મિસ્ત્રી
  3. ધોબી
  4. દરજી
  5. સુથાર
  6. લુહાર
  7. સોની
  8. તાળું બનાવવા વાળો
  9. માળા બનાવવા વાળો
  10. બંદુક બનાવનાર
  11. મૂર્તિકાર
  12. પથ્થર તોડનાર
  13. મોચી
  14. બોટ બનાવનાર
  15. સાવરણી, સાદડી, ટોપલી બનાવનાર
  16. રમકડાં બનાવનાર
  17. હથોડી અને ટુલકીટ બનાવનાર
  18. માછલી પકડવાની જાળ બનાવનાર

પીએમ વિશ્વકર્મા યોજનામાં લોનની રકમ

Pm Vishwakarma Loan Yojana અંતર્ગત આવતા વ્યક્તિઓ ૫ ટકા વ્યાજદરે ૩ લાખ રૂપિયા સુધીની લોન લઇ શકે છે. જેમાં પહેલા ચરણમાં ૧ લાખ રૂપિયાની લોન લઇ શકાય છે અને બીજા ચરણમાં ૨ લાખ રૂપિયાની લોન મળે છે. આ યોજના અંતર્ગત કારીગરો લોનની પૂર્ણ ચુકવણી કરવા માંગે છે તો છ માસ પછી કોઈપણ પૂર્વ ચુકવણી ફી લેવામાં નહિ આવે.

પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મળતા લાભ

Pradhan Mantri Vishwakarma Yojana અંતર્ગત તાલુકા અને જીલ્લા મુખ્યાલય પર લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગમાં તાલીમ કાર્યક્રમો કરવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમ ૫ દિવસ સુધી ચલાવવામાં આવશે. જેમાં તાલીમાર્થીઓને ૫૦૦ રૂપિયા દૈનિક ભથ્થું આપવામાં આવશે. તેમજ તાલીમ લેનાર કારીગરોને રૂપિયા ૧૫૦૦૦/- ની ટુલકીટ આપવામાં આવશે.

Pm Vishwakarma Yojana Registration

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 માટે Pm Vishwakarma Portal પર ઓનલાઈન અરજી કરવા માટેના સ્ટેપ્સ નીચે મુજબ છે :

Step-1 : સૌ પ્રથમ Pm Vishwakarma Yojana Official Website https://pmvishwakarma.gov.in પર જાઓ. તમારા આધારકાર્ડ અને મોબાઈલ નંબરથી નોધણી કરો.

Step-2 : પછી OTP દ્વારા તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ વેરીફાઈ કરો.

Step-3 : ત્યારબાદ નોંધણી ફોર્મ ભરવું.. જેમાં તમારું નામ, સરનામું અને વ્યવસાય સંબંધિત માહિતી દાખલ કરી ફોર્મ સબમીટ કરવું.

Step-4 : ત્યારબાદ તમે વિશ્વકર્મા યોજનાનું ઓળખપત્ર અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો.

Step-5 : પીએમ વિશ્વકર્મા યોજના પોર્ટલમાં લોગિન કરો. તેના માટે તમે ઓળખપત્રનો ઉપયોગ કરીને લોગીન કરી શકશો. ત્યારબાદ તમે વિવિધ યોજનાના ઘટકો માટે અરજી કરી શકશો.

Step-6 : ત્યારબાદ યોજનાની વિગત અનુસાર જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા. ત્યારબાદ અરજી સબમીટ કરવી.

Step-7 : ત્યારબાદ તમે સબમીટ કરેલી અરજી અને દસ્તાવેજો અધિકારીઓ ધ્વારા ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તમે લોન મેળવી શકો છો.

Pm Vishwakarma Scheme Documents

પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડશે :

  • ઓળખપત્ર
  • આધારકાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • બેંકની પાસબુક
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી

FAQ

  1. પીએમ વિશ્વકર્મા યોજના માટે અરજી ક્યાં કરવી ?

    આ યોજના માટે Pm Vishwakarma Portal પર ઓનલાઈન અરજી કરી શકાય છે અથવા તમારા નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) માં જઈને અરજી કરી શકાય છે.

  2. વિશ્વકર્મા યોજનામાં રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ કઈ છે ?

    વિશ્વકર્મા યોજનામાં નોંધણીની શરૂઆતની તારીખ પછી ગમે ત્યારે રજીસ્ટ્રેશન કરી શકાય છે.

  3. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે સરકારી કર્મચારીઓ અરજી કરી શકે ?

    ના, સરકારી કર્મચારીઓ કે તેમના કુટુંબના કોઈ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે નહિ.

  4. પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ માટે દૈનિક કેટલું ભથ્થું મળે છે?

    પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમાર્થીઓને દૈનિક ૫૦૦ રૂપિયા દૈનિક ભથ્થું મળે છે.

Share this:

Leave a comment