Smartphone Sahay Yojana Gujarat : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સ્માર્ટફોન સહાય યોજના શરુ કરવામાં આવી છે. જેના માટે ikhedut પોર્ટલ પર online Registration કરી આ યોજનાનો લાભ મેળવી શકાય છે. આજના ટેકનોલોજીના યુગમાં સ્માર્ટફોન એક પાયાની જરૂરિયાત બની ગઈ છે તેવામાં ગામડાના ખેડૂતો પણ સ્માર્ટફોન નો ઉપયોગ કરી કૃષિક્ષેત્રે પ્રગતિ કરે તે માટે સરકાર કટિબદ્ધ છે. તેના ભાગરૂપે સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે લાગુ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો, ક્યા ક્યા ડોક્યુમેન્ટ સામેલ કરવા, તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ જાણકારી આ આર્ટીકલમાં આપવામાં આવી છે.
સ્માર્ટ ફોન સહાય યોજનાનો હેતુ
આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને ટેકનોલોજી ક્ષેત્રે આગળ લાવી, સ્માર્ટ ફોન દ્વારા ખેડૂત યોજનાઓની જાણકારી મેળવી શકે તેમજ સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાત ખેડૂત સુધી પહોચી શકે. હવામાનની જાણકારી પણ ખેડૂત પોતાના મોબાઈલમાં જોઈ શકે છે. ખેડૂત સરકારી યોજનાનો લાભ મેળવવા માટે પોતાના મોબાઈલ દ્વારા online application કરી શકે છે. તેમજ ખેડૂત જંતુનાશક દવાઓની જાણકારી સીધીજ પોતાના સ્માર્ટફોન પર મેળવી શકે છે.
Smartphone Sahay Yojana Highlight
યોજનાનું નામ | સ્માર્ટફોન સહાય યોજના |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ્ય | કૃષિક્ષેત્રે વિકાસ |
લાભાર્થી | ગુજરાત રાજ્યના ખેડૂતો |
ઓફિસિયલ વેબસાઈટ | ikhedut Portal |
અરજી કરવાની તારીખ | ૦૯/૦૧/૨૦૨૪ |
ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 મળવા પાત્ર લાભ
સ્માર્ટફોન સહાય યોજનામાં ખેડૂત જો ૧૫૦૦૦ રૂપિયા સુધીની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો તેમને રૂ.૬૦૦૦/- ની સહાય આપવામાં આવશે. અને રૂ.૧૫૦૦૦/- કરતા વધુ કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો મોબાઈલની કિંમતના ૪૦% ની સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો : સનેડો મીની ટ્રેકટર સહાય યોજના
Khedut mobile sahay yojana 2024 પાત્રતા
ગુજરાત સરકાર ધ્વારા ખેડૂતોને Smartphone સહાય યોજનાનો લાભ આપવા માટે કેટલીક પત્રતાઓ અને નિયમો નક્કી કરવામાં આવ્યા છે. Khedut mobile sahay yojana 2024 ની પાત્રતા અને નિયમો નીચે મુજબ છે.
- ખેડૂત લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ
- ખેડૂત પાસે તેની પોતાની જમીન એટલે કે માલિકીની જમીન હોવી જોઈએ
- એકજ ખાતા નંબર વાળી જમીનમાં એક કરતા વધુ ખાતેદારોના નામ હોય તો કોઇપણ એક જ વ્યક્તિને લાભ મળી શકશે.
- આ યોજનાનો લાભ ખેડૂતને ફક્ત એકજ વાર મળવા પાત્ર થશે.
Smartphone Sahay Yojana Gujarat માટે જરૂરી દસ્તાવેજો
ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી જરૂરી દસ્તાવેજો રજુ કરવાના હોય છે. Smartphone Sahay Yojana Gujarat માટે આવશ્યક Documents નું લીસ્ટ આ મુજબ છે.
- ખેડૂતની જમીનના દસ્તાવેજ
- ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
- બેંક પાસબુકની નકલ
- ૮-અ ની નકલ
- લાભાર્થીનો બેંકખાતાનો રદ કરેલ ચેક
- મોબાઈલ ફોનનો IMEI (આઈ.એમ.ઈ.આઈ.) નંબર
- Smartphone ખરીદી અંગેનું GST વાળું બીલ
Mobile phone sahay yojana gujarat apply online
સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત લાભાર્થીએ ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યાબાદ પણ કેટલીક પ્રોસેસ કરવાની હોય છે. જેની સંપૂર્ણ જાણકારી સ્ટેપ બાય સ્ટેપ અહી આપવામાં આવી છે. જેને અનુસરીને તમે Mobilephone Sahay Yojana નો લાભ લઇ શકો છો.
- સૌપ્રથમ તમારે google માં ikhedut લખી સર્ચ કરવું. જેથી તમને સર્ચ રીઝલ્ટ બતાવશે. તેમાંથી ikhedut portalની ઓફિસિયલ ગવર્નમેન્ટ વેબસાઈટ પર ક્લિક કરો.
- ikhedut પોર્ટલ ઓપન થશે. તેમાં હોમપેજ ઉપર તમને જમણી બાજુએ Links જોવા મળશે. જેમાં “વિવિધ યોજનાઓમાં અરજી કરો” એવી લીંક જોવા મળશે. તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ એક નવું પેજ ખુલશે. તેમાં “ખેતીવાડીની યોજનાઓ માટે અહી ક્લિક કરો” ઓપ્શન જોવા મળશે. તેની બાજુમાં “ક્લિક કરો” લખેલું હશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ એક નવી વિન્ડો ખુલશે. જેમાં ખેતીવાડીને લગતી વિવિધ યોજનોનું લીસ્ટ જોવા મળશે. તેમાંથી “રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય આપવાની યોજના” લખેલું હશે. તેમાંથી “સ્માર્ટફોનની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરો.
- જેમાં તમને Smartphone Sahay Yojana વિષે માહિતી આપવામાં આવી હશે. જેવી કે ઘટકનું નામ, સહાયનું ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે માહિતી જોઈ શકાશે. તેમાં “અરજી કરો” ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સામે અરજી ફોર્મ ખુલશે. તેમાં અરજી કરવા સબંધી સૂચનો અને અરજી કરવા માટેના સ્ટેપ વિષે જાણકારી આપવામાં આવી હશે. જેને બરાબર સમજી લો.
- તેની નીચે આપેલ ઓપ્શનમાં જો તમે પહેલેથી ikhedut પોર્ટલ પર રજીસ્ટર છો તો “હા” પસંદ કરો અને જો તમે ikhedut પોર્ટલ પર રજીસ્ટર નથી કરેલું તો “ના” પસંદ કરો. ત્યારબાદ “આગળ વધવા ક્લિક કરો” બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ “નવી અરજી કરવા ક્લિક કરો” બટન પર ક્લિક કરો. હવે તમારી સામે એક અરજી ફોર્મ ખુલશે. જેમાં અરજદારની વિગત, બેંકની વિગત, જમીનની વિગત અને રેશનકાર્ડની વિગત ભરી નીચે આપેલ કેપ્ચા કોડ એન્ટર કરી “અરજી સેવ કરો” બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ વિગત ચકાસી અરજી કન્ફર્મ કરો. આ રીતે ikhedut portal પર ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાય છે.
નોંધ :- અરજીની પ્રિન્ટ કરી તાલુકા વિસ્તરણ અધિકારીની કચેરીમાં જઈ અરજી સાથે જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે.
FAQ’s for Smartphone Sahay Yojana Gujarat
-
Smartphone Sahay Yojana Gujarat માં કેટલી સહાય મળે છે?
Smartphone Sahay Yojana Gujarat માં મોબાઈલ ફોનની ખરીદી માટે રૂ.6000/- સહાય મળે છે.
-
મોબાઈલ ક્યારે ખરીદવો ? અરજી કર્યા બાદ કે અરજી કરતા પહેલાં?
ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે અરજી મંજુર થયા બાદ ૧૫ દિવસની અંદર મોબાઈલ ફોન ખરીદવો પડશે.તમે અરજી કરતા પહેલાં પણ મોબાઈલ ખરીદી શકો છો.
1 thought on “Smartphone Sahay Yojana Gujarat 2024 | ખેડૂત મોબાઈલ સહાય યોજના”