Suryashakti Kisan Yojana | સૂર્યશક્તિ કિસાન યોજના

Suryashakti Kisan Yojana (SKY) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મહત્વ પૂર્ણ યોજના છે. જેમાં ખેડૂતો સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરી પોતાના માટે વાપરી શકશે. તેમજ પોતાના વપરાશ બાદ બાકી વધતી વીજળી સરકારને વેચી શકે છે. આ પોસ્ટમાં સુર્યશક્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જેવી કે, Suryashakti Yojana Online Apply, Sky Yojana Benifits, Required Documents.

સૂર્યશક્તિ કિસાન યોજના શું છે ?

સૂર્યશક્તિ કિસાન (SKY) યોજના એ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. જેમાં ખેડૂતોને સોલાર પેનલ લગાવવા માટે સબસીડી તેમજ લોન આપવામાં આવે છે. જેથી ખેડૂતને દિવસ દરમ્યાન 12 કલાક વીજળી મળી શકે. સોલાર એનર્જીના ઉત્પાદન માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ પ્રોજેક્ટનો અમલ કરવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

સૂર્યશક્તિ કિસાન યોજનાનો ઉદ્દેશ્ય

સૂર્યશક્તિ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સિંચાઈ માટે પાણી સમયસર મળી રહે તે માટે વીજળી પૂરી પાડવાનો છે. ખેડૂતોને દિવસે વીજળી મળે જેથી તેને રાત્રે જાગવું ન પડે. આ યોજના અંતર્ગત ખેડૂતને ખેતરમાં સોલાર પેનલ લગાવી આપવામાં આવશે. જેથી વીજ ઉત્પાદન કરી સિંચાઇ કામ માટે મોટર ચલાવી શકે. તે ઉપરાંત ખેડૂત પોતાના વપરાશ કર્યા બાદ બાકી બચતી વીજળી સરકારને વેચીને તેમાંથી વધારાની આવક પ્રાપ્ત કરી શકે છે. આ યોજના દ્વારા ખેડૂતને પૈસાની બચત થશે. ખેડૂતને વીજળી બિલમાં ઘટાડો થશે.

Suryashakti Kisan Yojana માં મળતા લાભ

સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સોલાર પેનલ પ્રોજેક્ટ માટે કુલ કિંમતની 60% રકમની સબસીડી આપવામાં આવશે. 35% રકમ માટે ખેડૂતોને 4.5% થી 6% વ્યાજદરે લોન આપવામાં આવશે. અન્ય 5% ખર્ચ ખેડૂતે ચૂકવવાનો રહેશે. આ પ્રોજેક્ટ પર વીમો પણ આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ 25 વર્ષના સમયગાળા માટે રહેશે. જેમાં પ્રથમ 7 વર્ષ માટે 7 રૂપિયા પ્રતિ યુનિટ દરે સરકારને વીજળી વેચી શકાશે. પછીના 18 વર્ષ માટે 3.5 રૂપિયા પ્રતિ યુનિટ દરે વીજળી વેચી શકાશે.

આ પણ વાંચો : પાલક માતા-પિતા યોજના

સૂર્યશક્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રહેઠાણનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી

Suryashakti Kisan Yojana 2024 Apply Online

આ યોજનામાં અરજી કરવા માટે Gujarat Power Research and Development cell વેબસાઈટ ઓપન કરો ત્યારબાદ સૂર્યશક્તિ કિસાન યોજના પર ક્લિક કરવી.જેથી તમને નવા પેજ પર લઈ જશે.જ્યાં અરજદારનું તમારું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર વગેરે વિગતો ભરવી.ત્યારબાદ જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.દસ્તાવેજો અપલોડ થઈ ગયા બાદ સબમિટ પર ક્લિક કરવું.આ રીતે સૂર્ય શક્તિ કિસાન યોજના માટે અરજી કરી શકાય છે.

SKY Yojana Highlights

યોજનાનું નામસૂર્યશક્તિ કિસાન યોજના
શરૂ કરનારગુજરાત સરકાર
લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂતો
મળવાપાત્ર લાભસબસીડી અને લોન સહાય
અધિકૃત વેબસાઈટwww.guvnl.com

FAQ

સ્કાય યોજનાનો લાભ કોને મળી શકશે ?

આ યોજનાનો લાભ જે ખેડૂત પાસે પહેલેથી જ વીજ કનેક્શન હશે તેને મળી શકશે.

સોલાર પેનલ ની માલિકી કોની ગણાશે ?

સોલાર પેનલની સંપૂર્ણ માલિકી ખેડૂતની ગણાશે.

Share this:

1 thought on “Suryashakti Kisan Yojana | સૂર્યશક્તિ કિસાન યોજના”

Leave a comment